મંદિર અને ઘરમાં માસ્ક પહેરવાના નિયમનો હું વિરોધ કરૂં છું: મધુ શ્રીવાસ્તવ - વડોદરાના તાજા સમાચાર
વડોદરા: અવાર-નવાર વિવાદોમાં ઘેરાઇને રહેનારા વાઘોડીયાના ધારાસભ્યા મધુ શ્રીવાસ્તવ ફરી પાછા વિવાદમાં સપડાયા છે. ધારાસભ્ય હવન દરમિયાન માસ્ક વિના જોવા મળ્યા હતા. જેની પ્રતિક્રિયામાં મધુ શ્રીવાસ્તવે કહ્યું કે, ઘરમાં અને મંદિરમાં માસ્ક પહેરવાનો નિયમ નથી. આ ઉપરાંત તેમણે આવો નિયમ હોવા પર આ નિયમનો વિરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ મધુ શ્રીવાસ્તવનો ડાન્સ વીડિયો વાયરલ થયો હતો. જેમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ રાખ્યા વિના ધારાસભ્ય ડાન્સ કરતા જોવા મળ્યા હતા. આ વીડિયો તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ સામે આવ્યો હતો.