પાટણઃ વારાહીમાં પતીએ કરી પત્નીની હત્યા - પાટણનો ગુનાહિત ઈતિહાસ
પાટણ: જિલ્લાના વારાહી ગામે રહેનારા વેરશી ઠાકોરે સોમવારે અગમ્ય કારણોસર પત્ની સાથે મારઝુડ કરી તેના ગુપ્ત ભાગે ઇજાઓ પહોંચાડીને મોતને ઘાટ ઉતારી હતી. ત્યારબાદ આરોપીએ પત્નીનો મૃતદેહ સવાર સુધી ઘરમાં જ રાખ્યો હતો અને સવારે પત્નીના મોત અંગેની જાણ સસરાને કરી હતી. જેથી સસરાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે પૂછપરછ કરતાં પતિએ હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે આરોપી પતિની ધરપકડ કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે, આરોપીએ અગાઉ પણ એક હત્યા કરી હતી અને તેના માટે તેને 20 વર્ષની સજા પણ ફટકારવામાં આવી હતી.
Last Updated : Mar 10, 2020, 8:35 PM IST