ગુજરાત

gujarat

ETV Bharat / videos

ગાંધીનગરના મહાવીર એન્કલેવના સ્થાનિકોએ સોલાર સિસ્ટમથી વીજળી ઉત્પન્ન કરી - gandhinagar

By

Published : Aug 26, 2019, 9:32 PM IST

ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એક સ્વપ્નું છે કે, ભારત દેશને સોલાર સિસ્ટમથી સજ્જ કરવો એટલે કે ભારત કોઈના પર વીજળી માટે આધારિત ન રહે. વડાપ્રધાનના આ સપનાને સાકાર કરતાં કોબા મહાવીર એન્કલેવ સોસાયટીના રહીશો દ્વારા સરકારની સોલર પેનલ લગાવવાની જાહેરાત સાથે જ 60 ટકા જેટલા રહીશો દ્વારા સોલર પેનલો લગાવવામાં આવી હતી. સોસાયટીની ગૃહિણીએ જણાવ્યું કે, સરકાર દ્વારા જાહેર કરાયેલી આ સોલાર પેનલની યોજનામાં સહભાગી થયા બાદ અમારે વીજળી સૂર્યપ્રકાશ દ્વારા ઉત્પન્ન થતી હોવાના કારણે જે 6 થી 7 હજાર લાઇટબીલ આવતું હતું. તે બિલકુલ ઝીરો લાઈટ બીલ આવે છે.

ABOUT THE AUTHOR

...view details