ગુજરાત

gujarat

બયાડના સાઠંબામાં ગૌ હત્યા મામલે હિન્દુ સંગઠનોએ આવેદનપત્ર આપ્યું

By

Published : Dec 10, 2019, 5:09 AM IST

અરવલ્લીઃ જિલ્લાના બાયડના સાઠંબા ગામની નવી વસાહતમાં જનતા રેડમાં ગૌમાંસ પકડાયુ હતું. આ મામલે હિન્દુ સંગઠનોએ બાયડમાં રેલી યોજી સૂત્રોચ્ચાર અને દેખાવો કર્યા હતા. ત્યારબાદ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યુ હતું. આવેદનપત્રમાં ધરપકડ કરેલા તમામ સખ્શો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને બાયડ શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા રખડતા ઢોરને પકડી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ ઉપરાંત હિંદુ સંગઠનોએ DYSP એસ.એસ.ગઢવી સાથે પણ મીટીંગ કરી ભવિષ્યમાં આવુ કૃત્ય ન થાય તે તકેદારી રાખવા જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details