ગુજરાત

gujarat

ETV Bharat / videos

શિક્ષણ પ્રધાનને હાઇકોર્ટમાં પરાજિત કરનાર કોંગ્રેસ નેતા અશ્વિન રાઠોડે શું કહ્યું..? જુઓ વીડિયો... - High Court verdict valid

By

Published : May 12, 2020, 6:13 PM IST

Updated : May 12, 2020, 6:29 PM IST

ગાંધીનગર : ગુજરાત હાઇકોર્ટે આજે મંગળવારના રોજ મહત્વનો ચૂકાદો આપતા ધોળકાની વિધાનસભાની ચૂંટણીને રદ કરી છે. ઉલ્લેખનિય છે કે, શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાં બેઠક પરથી 327 જેટલી પાતળી સરસાઇથી વિજેતા જાહેર થયા હતા. જેના પગલે કોંગ્રેસ ઉમેદવારે હાઇકોર્ટમાં ઘા કર્યો હતો. જેનો ચૂકાદો હાઇકોર્ટે આપ્યો છે. હાઇકોર્ટના ચૂકાદા બાદ કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠાડે જણાવ્યું હતુ કે, વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ધોળકા બેઠક પરથી ભુપેન્દ્રસિંહ ચુડાસમા 327 મતોથી જીત મેળવી હતી. જે બાબતે હાઇકોર્ટમાં રિટ દાખલ કરવામાં આવી હતી. આજે હાઇકોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે. તે અમને શિરોમાન્ય છે.
Last Updated : May 12, 2020, 6:29 PM IST

ABOUT THE AUTHOR

...view details