હેમંત ચૌહાણનો યુ-ટર્ન, કહ્યું, 'ભાજપના રંગમાં નથી રંગાયો' - હેમંત ચૌહાણ
લોકગાયક હેમંત ચૌહાણના સૂર બદલાયા છે. બે દિવસ પહેલા ભાજપના સદસ્યતા અભિયાન હેઠળ ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના હસ્તે કેસરિયો ધારણ કર્યા બાદ હવે વીડિયો જાહેર કરી યુ-ટર્ન લીધો છે. તેમણે વીડિયોમાં કહ્યું કે, તેઓ ભાજપમાં જોડાયા નથી. ચૌહાણે કહ્યું કે, કલાકાર બધાનો હોય, પક્ષનો નહીં. હું ભાજપમાં નથી જોડાયો. હેમંત ચૌહાણના બદલાયેલા સૂરથી ભાજપ પણ મૂંઝવણમાં છે.
Last Updated : Aug 21, 2019, 2:13 PM IST