પોરબંદર જિલ્લામાં ગત રાતે ધોધમાર વરસાદ - પોરબંદર જિલ્લામાં ગત રાતે ધોધમાર વરસાદ
પોરબંદરઃ જિલ્લામાં ગત રાતે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને એકાએક પવનની ગતિમાં વધારો થયો હતો અને ધોધમાર વરસાદ વરસતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો હતો. ગત રાતે પોરબંદરમાં 4 ઇંચ, રાણાવાવમાં 5 ઈંચ અને કુતિયાણામાં 3 ઈંચ વરસાદ થયો હતો. વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને ખેડૂતોમાં પણ ખુશીની લહેર છવાઈ છે. ત્યારે આ વર્ષે ચોમાસુ સારું રહે અને પાણીની અછત ના રહે તેવી આશા લોકોએ રાખી હતી.
Last Updated : Jun 23, 2020, 3:19 PM IST