કેશોદ, માંગરોળ અને માળીયા હાટીના પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ - maliya hatina rain
જૂનાગઢ: માંગરોળ, કેશોદ, માળીયા હાટીના, માણાવદર સહfતના તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જેમાં કેશોદ માંગરોળ માળીયા હાટીના વિસ્તારોમાં ગઇકાલથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 10 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ચારે તરફ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી જ પાણી થઇ જતાં જનજીવન ઉપર પણ અસર જોવા મળી રહી છે. જયારે ખેડુતોને વરસાદની ખુશી છે, તો સાથે સાથે વરસાદનો ડર પણ છે. કારણ કે, જૂનાગઢ જિલ્લામાં હજારો એકર જમીનમાં મગફળીનું વાવેતર થઇ ચૂક્યું છે. તેમજ મગફળી પાણી વગરની સુકાતી જોવા મળતી હતી, પરંતુ ગત ત્રણ ચાર દિવસથી આ પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહયો છે. જો આ વરસાદ હવે બે ત્રણ દિવસનો વિરામ નહી લે તો ખેડૂતોએ વાવેતર કરેલ મગફળી સ઼ડી જવાની પુરી સંભાવના સેવાઇ રહી છે.