જામનગરમાં ભારે વરસાદ, નવાનાગના ગામ બન્યું સંપર્ક વિહોણું
જામનગર: જિલ્લામાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં છેલ્લા 24 કલાકમાં 1થી 4 ઈંચ વરસાદ નોંધાયો છે. જિલ્લામાં ભારે વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. તેમજ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે. જ્યારે સતત 14 દિવસથી વરસતા વરસાદથી જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિ થવાની ભીતિ સેવાઇ રહી છે. જ્યારે જામનગર જિલ્લામાં ભારે વરસાદ પડતાં નવાનાગના ગામ સંપર્ક વિહોણું બન્યું છે. જામનગરથી 10 કિલોમીટર દૂર આવેલ નવાનાગના ગામ અને જામનગરને જોડતા પુલ પર પૂર આવ્યું છે. ખાસ કરીને જામનગર જિલ્લામાં વસઇ ગામમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો જામજોધપુરના મોટા ખડબા ગામમાં એક ઇંચ વરસાદ પડ્યો છે. સતત વરસી રહેલા વરસાદને કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.