ભરૂચમાં અનરાધાર વરસાદથી જંબુસર અને આમોદ તાલુકાના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા - bharuch jambusar amod heavy rain flood situation
ભરૂચ : શ્રાવણમાં મેઘરાજા ભરૂચ જિલ્લામાં અનરાધાર વરસાદ વરસી રહ્યા છે. ત્યારે જંબુસર આમોદ પંથકમાં સતત વરસી રહેલા વરસાદના પગલે જળ બંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. જંબુસર અને આમોદ તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. તો બીજી તરફ જંબુસરના મગણાદ ગામે વરસાદી પાણી ભરાઈ જતા બોટ તરતી દેખાઈ હતી. જંબુસર શહેરમાં બે કાચા મકાનો ધરાશાયી થવાની પણ ઘટના બની હતી. જોકે, બન્ને મકાન બંધ હાલતમાં હોવાથી કોઈ જાનહાની થઇ ન હતી.