વીરપુરનાં ભાટપુર ગામે તળાવ ફાટતાં ખેતરોમાં પાણી ફરી વળ્યાં - મહીસાગર ન્યુઝ
મહીસાગર: સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. ત્યારે તેની અસર મહીસાગર જિલ્લામાં પણ જોવા મળી છે. સમગ્ર મહીસાગર જિલ્લામાં રાત્રે સાર્વત્રિક વરસાદ થયો હતો. વીરપુર તાલુકામાં વરસાદને કારણે ભાટપુર પંચાયતનાં મોતીપરાનાં ઉપરવાસમાં આવેલું તળાવ વચ્ચેથી ફાટી ગયું હતું જેના લીધે ગામનાં ખેતરો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં હતાં. તો બીજી તરફ વીરપુર લાવેરી નદી બે કાંઠે વહી રહી હતી. રાત્રી દરમિયાન ભારે વરસાદથી નદીમાં પુર જેવી પરિસ્થિતિ થઈ હતી અને નદીનું પાણી વીરપુર નગરનાં મહેમુદપુરા વિસ્તારમાં આવેલ પ્રસિદ્ધ દરિયાઈ દુલ્હા દરગાહમાં ફરી વળ્યુ હતું.