રાજકોટમાં ભારે વરસાદ, લક્ષ્મીનગરનું નાળુ પાણીમાં ગરકાવ - રાજકોટમાં ભારે વરસાદ
રાજકોટઃ સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ગઈકાલે રાતથી જ ધીમીધારે વરસાદ ચાલુ થયો હતો. જેને લઇને છેલ્લા 24 કલાકમાં 6 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ત્યારે રાજકોટના નીચાણવાળા વિસ્તારમાં ગોઠણ સુધીના પાણી ભરાયા હતા. દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ રાજકોટની મધ્યમાં આવેલું લક્ષ્મીનગરનું નાળુ વરસાદી પાણીમાં ગરકાવ થયું હતું. જેથી સ્થાનિકોને ફરી એકવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.