ભરૂચના હાંસોટમાં મેઘતાંડવ 12 કલાકમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો - ફૂડ પેકેટ
ભરૂચઃ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી બારે મેઘખાંગા થયા છે અને અવિરત વરસાદ વરસી રહ્યો છે. સૌથી વધુ વરસાદ ભરૂચના હાંસોટમાં ખાબક્યો છે. રવિવારે સવારથી સાંજ સુધી 12 કલાકમાં 9 ઇંચ વરસાદ ખાબકતા અનેક ગામો જળમગ્ન થઈ ગયા છે. હાંસોટના ઇલાવ,સાહોલ,આસરમા,બોલાવ,પાંજરોલી અને ઓભા સહિતના ગામોમાં વરસાદી પાણી ભરાયા હતા. ત્યારે ખેતરોમાં પણ પાણી ભરાયા જોવા મળ્યા હતા. આસરમા ગામે N.D.R.F.ની ટિમ તૈનાત કરવામાં આવી છે અને ફસાયેલા લોકોને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.