ગુજરાત

gujarat

ETV Bharat / videos

તાપીમાં વરસાદની હોનારત, અનેક ગામો સંપર્ક વિહોણા - tapi news today

By

Published : Aug 4, 2019, 1:48 PM IST

તાપીઃ જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને પગલે તાપીના સોનગઢ તાલુકાના તાપરવાડા, ઝાંખરી અને કનાળા ગામે આવેલો કોઝ-વે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જેના કારણે ઘણા ગામો સોનગઢ અને વ્યારાથી સંપર્ક વિહોણા થયા છે. તાપી જિલ્લામાં અને ઉપરવાસમાં છેલ્લા ઘણા દિવસોથી તાપીમાં વરસાદની ધુઆધાર બેટિંગ ચાલુ છે. તાપી જિલ્લાના ઘણા તાલુકાઓમાં વરસાદી માહોલની અસર જોવા મળતા તાપીમાં વરસાદની હોનારત જોવા મળી હતી. સોનગઢ તાલુકાના તાપરવાડા, ઝાંખરી અને કનાળા ગામના કોઝવે પાણીમાં ગરકાવ થતા ગામો સોનગઢ અને વ્યારાથી સંપર્ક વિહોણા થયા છે, સોનગઢથી આહવાને જોડતા સ્ટેટ હાઇવે પર કદાવર વૃક્ષો ધરાશાયી થતા વાહન વ્યવહાર પર અસર જોવા મળી હતી તો બીજી તરફ કુકરમુંડા તાલુકાના મૌલિપાડા ગામે આવેલી સ્કૂલ અને ગામમાં અંબિકા નદીના પાણી ઘરોમાં ઘૂસી જતા પૂર જેવી સ્થિતિ સર્જાય હતી. તાપી જિલ્લા તંત્ર પણ વરસાદી હોનારતને પગલે દોડતું થયું છે.

ABOUT THE AUTHOR

...view details