પોરબંદરના અનેક વિસ્તારોના મકાનોમાં વરસાદી પાણી ઘૂસ્યા - પોરબંદરના અનેક વિસ્તારોમાં મકાનોમાં વરસાદી પાણી ઘુસ્યા
પોરબંદરઃ જિલ્લામાં સતત વરસાદ પડી રહ્યો છે ત્યારે પોરબંદર શહેરના અનેક વિસ્તારોમાં આવેલા ઘરોમાં પણ પાણી ઘૂસ્યા હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. જીઆઇડીસી વિસ્તારમાં આવેલ રમણ પાર્ક, શ્રીજી પાર્ક તથા પોરબંદરના કોળીવાડ પાસે રામટેકરી વિસ્તાર અને છાયાના પણ અમુક વિસ્તારોમાં ઘરમાં પાણી ઘૂસી ગયા હોવાનું લોકોએ જણાવ્યું હતું દર વર્ષે આ સમસ્યાનો કામનો લોકો કરી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી માંગ લોકોએ કરી હતી.