અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ, હેમાળ ગામના ટાવર પર વીજળી પડી - વિજળી
અમરેલી: રાજ્યમાં આ વર્ષે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. અમરેલી જિલ્લાના રાજુલા, જાફરાબાદ, ખાંભા પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. રાજુલા શહેર અને ગ્રામ્ય પીપાવાવ પોર્ટ, છતડીયા, ભેરાઈ, કાતર સહિત ગામડામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જાફરાબાદ તાલુકાના ટીંબી, હેમાળ, લોઠપુર, ભાકોદર, દુધાળા, વાંઢસહિત મોટાભાગમાં ગામોમાં અનરાધાર વરસાદ ખાબક્યો હતો. બીજીતરફ જાફરાબાદના હેમાળ ગામના ટાવર પર વીજળી પડી હતી. જેનો વીડિયો મોબાઈલમાં કેદ થયો હતો. ખાંભા તાલુકાના ડેડાણ, ત્રાકુડા, ભાવરડી, નીગાળા, જામકા, મોટા બારમણ સહિત વિસ્તારમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.
Last Updated : Sep 13, 2020, 11:06 PM IST