આરોગ્ય સચિવ જયંતિ રવિએ કરી સયાજી હોસ્પિટલની મુલાકાત - આરોગ્ય સચિવ જયંતિ રવિ
વડોદરા: આરોગ્ય સચિવ જયંતિ રવિએ શહેરની સયાજી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે પત્રકારો સાથે ચર્ચા કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, પ્રેમદાસ જલારામ હોસ્પિટલ પ્રકરણની તપાસ શરૂ છે અને સરકાર ચોક્કસ પગલાં લેશે. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, SSG હોસ્પિટલમાં 5 વર્ષ દરમિયાન સેંકડો નવજાતના મોત થાય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને તેની સુવિધાઓનું મૂલ્યાંકન તેમણે કર્યું છે. જેમાં તેમની સાથે ગાંધીનગરથી આરોગ્ય વિભાગના અધિકારીઓ અને SSG હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ રાજીવ દેવેશ્વર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.