ગોંડલ સબ જેલના કેદીઓનું હેલ્થ સ્કેનિંગ, 10 કેદીઓને જેલમાંથી મુક્ત કરાયા
રાજકોટઃ કોરોના વાઇરસ અને લોકડાઉનના કારણે વાડોદરિયા હોસ્પિટલ ગોંડલ અને બદ્રીનાથ એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી જેલ માં રહેલા 127 કેદીઓ અને જેલ સ્ટાફ અને જેલ સ્ટાફ ના પરિવારજનો નું હેલ્થ સ્કીનિંગ કરવામાં આવ્યું તેમજ જેલ માં રહેલ કેદીઓ નું રોજે રોજ ચેક અપ થાય તે માટે ડો વાડોદરિયા સાહેબ અને તેમના ટ્રસ્ટ તરફથી ટેમ્પરેચર ગન પણ ગોંડલ જેલ ને ભેટ આપવામાં આવી છે આ ઉપરાંત સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈન મુજબ 10 કેદીઓને ગોંડલ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.