વડોદરામાં શહેર કોંગ્રેસ અને હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના સંતોએ ભેગાં મળી રસોડું ઉભું કર્યું - કોંગ્રેસ અને હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના સંતોએ ભેગાં મળી રસોડું ઉભું કર્યું
વડોદરા : લોકડાઉનના સમયમાં ભુખ્યાને ભોજનના માનવતા ભર્યા કાર્યમાં વડોદરા શહેર કોંગ્રેસ અને હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના સંતોએ ભેગાં મળી રસોડું ઉભું કરીને જરૂરિયાતમંદોને ભોજનનું વિતરણ કરવામાં આવ્યું હતું. લોકડાઉનમાં રોજનું રડીને ખાતા શ્રમજીવીઓની સ્થિતિ દૈનિય બની છે.જોકે,આ સ્થિતિમાં લોકોની વ્હારે અનેક સેવાભાવી સંસ્થાઓ સામે આવી છે.વડોદરા શહેર કોંગ્રેસે છાણી ખાતે સોખડા-યોગી ડીવાઈન સોસાયટી સાથે મળીને રસોડું બનાવ્યું છે.છાણીમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ભોજન પૂરું પાડવામાં આવ્યું હતું અને લોકડાઉનના તમામ દિવસોમાં શ્રમજીવીઓને રોજ બ રોજ ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવશે.આ માનવતા ભર્યા ભગીરથ કાર્યમાં કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ,કાર્યકરો અને હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિર યોગી ડીવાઈન સોસાયટીના સંતો જોડાયા હતા.