વડોદરામાં ઉભી કરાયેલી દીવાલ તોડી પાડતાં સ્થાનિક રહીશોમાં ખુશીનો માહોલ - વડોદરા લેટેસ્ટ ન્યૂઝ
વડોદરાઃ શહેરના વારસિયા રિંગ રોડ પર આવેલી ઓડનગરની કાંસ પર દીવાલ ઉભી કરી દેવાતાં ઉગ્ર વિરોધ થયો હતો. સ્થાનિકોના ઉગ્ર વિરોધ અને મ્યુનિસિપલ કમિશ્નરને જાણ બાદ સોમવારે કોર્પોરેશન દ્વારા દીવાલ તોડી પાડવામાં આવી હતી. સ્થાનિક કાઉન્સિલર અનિલ પરમાર, ભાજપના પૂર્વ કાઉન્સિલર ગોપી તલાટી, તથા અજય ભરવાડ સહિત આગેવાનોની હાજરીમાં કોર્પોરેશનના જેસીબી મશીન દ્વારા દીવાલને જમીનદોસ્ત કરાઈ હતી. આમ,ભાજપ અને કોંગ્રેસની એકતા સામે ખાનગી બિલ્ડરની મનપાની ધૂળ ધાણી થઈ હતી. દીવાલને તોડવાની કામગીરી દરમિયાન પોલીસ તથા પાલિકાના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે વ્યવસ્થા રાખી હતી. અલબત્ત કાંસ પર ઉભી કરાયેલી દીવાલ તોડી પાડતાં સ્થાનિક રહીશોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.