મહીસાગરમાં વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી - મહીસાગરના તાજા સમાચાર
મહીસાગર: જિલ્લાના કેટલાક વિસ્તારોમાં બુધવારે દિવસ દરમિયાન વરસાદ વરસ્યો છે. જેથી સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. હાલ મહીસાગર જિલ્લામાં ડાંગરની રોપણીને લઈને ખેડૂતોમાં ચિંતા વ્યાપી હતી, ત્યારે બુધવારે મેઘરાજા મહેરબાન થતાં ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી હતી.