ગુજરાત

gujarat

ETV Bharat / videos

સત્યના પારખા કરવા ઉકળતા તેલમાં નાખ્યો હાથ, જુઓ વીડિયો... - સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

By

Published : Jul 15, 2021, 3:11 PM IST

Updated : Jul 15, 2021, 4:44 PM IST

સુરેન્દ્રનગર : જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના રણકાંઠાના નિમકનગર ગામે બે પાડોશીના ઝઘડામાં સત્યના પારખા કરાવવા ગરમ તેલમાં હાથ બોળતો વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થયો છે. પાડોશમાં રહેતા બે પરિવારો વચ્ચે ઝઘડો અને બોલાચાલી બાદ સત્યની પરખ કરાવવા એક મહિલા અને એક પુરુષ ગરમ તેલમાં હાથ બોળતા વાયરલ વિડિયોમાં નજરે પડે છે. માતાજીની શ્રધ્ધાના નામે ઝધડો થયા પછી કોણ સાચું અને કોણ ખોટું જાણવા માટે ગરમ‌ તેલમાં હાથ બોળ્યો હોવાની ચર્ચાઓ છે. આજના ડિજિટલ અને આધુનિક યુગમાં હજુ પણ ગ્રામ્ય વિસ્તારોમાં અંધશ્રધ્ધા હોવાનું વિડિયોમાં જણાઈ રહ્યું છે. મહિલા અને પુરુષ ગરમ ઉકળતા તેલમાં હાથ નાખતા દાજી જતા ધ્રાંગધ્રાની હોસ્પિટલમાં સારવાર માટે લાઇ જવાયા હતા. ત્યારબાદ પોલીસ મથકે લાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ETV Bharat આ પ્રકારની અંધશ્રદ્ધાને સમર્થન કરતું નથી.
Last Updated : Jul 15, 2021, 4:44 PM IST

ABOUT THE AUTHOR

...view details