માં-બાપ બાળકને જન્મ આપે પરંતુ જીવનનો અર્થ અને સાર સમજાવવાનું કાર્ય તો ગુરુ જ કરે ! - Dharmapriyadasji Maharaj
મહિસાગર: હિન્દુ ધર્મમાં ગુરુપૂર્ણિમા વિશે મહત્વ છે. પરંતુ ગુરુપૂર્ણિમાને ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અજ્ઞાની અને અંધકારમાં ભટકતા શિષ્યોને યોગ્ય માર્ગ પર લાવનારા વ્યક્તિને જ ગુરુનું પદ આપવામાં આવે છે. બાળકને ભલે માં-બાપ જન્મ આપે પણ જીવનનો અર્થ અને સાર સમજાવવાનું કાર્ય ગુરુજ આપે છે. હિન્દૂ પરંપરામાં ગુરુને ગોવિંદથી પણ ઉચ્ચ માણવામાં આવ્યા છે. આ દિવસ ગુરુની પૂજાનો વિશેષ દિવસ છે. "ગુરુ બિન નહીં જ્ઞાન" ગુરુજ પોતાના શિષ્યોને નવજીવન માટે તૈયાર કરે છે. આ પવિત્ર દિવસ વિશે સંત કૈવલ સંપ્રદાયના જેઠોલી સ્થિત શ્રી ધર્મપ્રિયદાસજી મહારાજ જણાવે છે કે, ગુરુ પૂર્ણિમા એ ગુરુ શિષ્યના પવિત્ર પ્રેમનો પર્વ છે. શિષ્યનો પ્રેમ એક ગુરુ પ્રત્યે એક બાળકને જેમ માતા પ્રત્યે પ્રેમ હોય તેવો હોવો જોઈએ. ગુરુ પાસે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જેમ વિદ્યાર્થીનો પ્રેમ શિક્ષક પ્રત્યે હોય છે. તેથી જ ગુરુ સમાજમાં એક માતારુપ છે.