ગુજરાત પોલીસને વિશેષ સન્માન, મોરબીમાં પોલીસના ગૌરવના પોસ્ટરો લાગ્યા - મોરબીમાં ઠેર ઠેર પોલીસ ગૌરવના પોસ્ટરો
મોરબી: દેશમાં જે પોલીસ દળને 25 વર્ષ પૂર્ણ થયા. પોલીસ દળ રાષ્ટ્રપતિ પાસે અલગ ઓળખની માંગણી કરીને મેળવી શકે છે. તાજેતરમાં ગુજરાત પોલીસ દ્વારા રાષ્ટ્રપતિ પાસે કરેલી માંગણી સ્વીકારી લેતા આગામી 15 ડિસેમ્બરથી નવા નિશાન મળશે અને ગુજરાત પોલીસનો નવો ધ્વજ પ્રાપ્ત થશે. જેથી ગુજરાત પોલીસમાં ઉત્સાહનો માહોલ છે. મોરબીમાં પણ બેનરો લગાવીને ખુશી વ્યક્ત કરવામાં આવી હતી.