ગુજરાત

gujarat

ETV Bharat / videos

અમદાવાદમાં ગુજરાત ફેડરેશન ઓફ ટ્રેડ યુનિયન્સ, મજદુર સભાનું વિરોધ પ્રદર્શન - મધ્યાન ભોજન

By

Published : Jan 9, 2020, 9:44 AM IST

અમદાવાદ: કલેકટર કચેરી ખાતે સમગ્ર ગુજરાતના વિવિધ યુનિયનો દ્વારા રેલી યોજી હતી. તેમજ વિવિધ પડતર માંગણીઓને ધ્યાનમાં લઈને કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા. ગુજરાત એડ્રેસ ઓફ ટ્રેડ યુનિયન્સના અલગ અલગ નિયમો દ્વારા તેમજ સરકારી એકમોના કામદારોના બાર કેન્દ્રીય સંગઠનો દ્વારા ભારતભરમાં કેન્દ્ર સરકારની મજૂર વિરોધી નીતિ, જેમાં મજૂરોને વિરૂદ્ધ કેન્દ્ર સરકાર દ્વારા લાવનારા લેબર code 25000 ઉત્તમ વેતન કોન્ટ્રાક્ટ પ્રથા આઉટસોર્સિંગની નીતિ જાહેર સાહસોનું ખાનગીકરણ કામદારોને ખાનગીકરણ તેમજ મજૂર કાયદાઓના ફેરફાર કરી ખુલ્લેઆમ માલિકોની છટણી કરવાની છૂટ આપવાનો નિર્ણય વિરુદ્ધ પ્રદર્શન કરાયું હતું. તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગરપાલિકાઓના કામદારોને કાયમી ગણવામાં મનરેગા મધ્યાન ભોજન તેમજ રાજ્યની તમામ સેવાઓમાં રોકાયેલ કામગીરીમાં સરકારી ધારાધોરણ પ્રમાણે પગાર ધોરણ ન આપવા તેમજ વિવિધ માર્ગો સાથે વિરોધ વ્યક્ત કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details