મોડાસાના શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ગણેશ વિસર્જનની ભવ્ય શોભાયાત્રા યોજાઇ - gujarati news
અરવલ્લીઃ મોડાસા શહેરમાં બપોરે 1 વાગ્યા બાદ રામપાર્ક કા રાજા , મેઘરજ રોડ યુથ જંક્શન, રિદ્ધિ સિદ્ધિ મનોકામના યુવક મંડળ સાંઈ ગૃપ ઓધારી તળાવ સિદ્ધિવિનાયક મનોકામના યુવક મંડલ, સોનીવાડા ભોઈવાડા કડિયાવાડા સહિત જાહેર સ્થળો અને ધંધા રોજગારના સ્થળ પર પ્રસ્થાપિત કરેલ ગણપતિ દાદાની પ્રતિમાઓને DJના તાલે વિસર્જન કરવામાં આવ્યા હતા. જેમાં 'અગલે બરસ તુ જલ્દી આના' અને 'ગણપતિ બાપ્પા મોરીયા' ના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ યોજાય તે માટે પોલીસ તંત્ર દ્વારા વિસર્જન યાત્રાના માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.