Gram Panchayat Election 2021: ગાંધીનગરમાં મતદાન પહેલા લોકોએ લીધી વેક્સિન - મતદાન મથકે રસીકરણની કામગીરી શરુ
રાજ્યની તમામ ગ્રામ પંચાયતોમાં સવારથી (Gram Panchayat Election 2021) મતદાનની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે ગાંધીનગર જીલ્લાના મોતીપુરા (Gram Panchayat Election in motipura) ગામમાં 25 જેટલા લોકોએ સવારમાં મતદાન પહેલા વેક્સિન (Vaccination before voting) લીધી હતી. જીલ્લાના આરોગ્ય તંત્રએ મતદાન મથકો પર જ રસીકરણ કેન્દ્રો ઉભા (Vaccination centers at polling stations) કર્યા છે, અને 213 મતદાન મથકે રસીકરણની કામગીરી પણ શરુ કરવામાં આવી છે, તેમાં જે લોકો રસી લેવામાં બાકી છે તેમને પોલિંગ બુથ પર જ રસી અપવામાં આવશે. ખાસ કરીને જેમને બીજા ડોઝ લેવાને બાકી છે તેમના માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે.