GRAM PANCHAYAT ELECTION 2021: બનાસકાંઠા જિલ્લામાં મતદાન મથક પર લાંબી કતારો જોવા મળી હતી - gram panchayat election in gujarat
બનાસકાંઠા જિલ્લામાં આજે 530 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે સવારથી જ મતદાન શરૂ થયું છે. ચૂંટણીમાં સરપંચ પદ માટે કુલ 1877 ઉમેદવારો અને સભ્યપદ માટે 4563 ઉમેદવારો મેદાનમાં છે. જિલ્લામાં 530 ગ્રામ પંચાયતોમાં 13.48 લાખ મતદારો આજે મતદાન કરવા માટે મતદાન મથક પર પહોંચ્યાં હતા. ચૂંટણીને લઇ 156 રૂટ પર જોનલ ઓફિસરની નજર હેઠળ મતદાન યોજાવામાં આવી રહ્યું છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ વ્યવસ્થા અને કોરોના મહામારીને લઇ આરોગ્ય વિભાગની ટીમ પણ તેના કરાવામાં આવી છે.