ગોંડલના બાંદ્રા ગામે પાંચમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો - news in gondal
રાજકોટઃ જિલ્લાના ગોંડલ તાલુકા મામલતદાર કચેરી દ્વારા બાંદ્રા ગામે પાંચમા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંકટ મોચન સહાય 20,000 એક વ્યક્તિને, વૃદ્ધ સહાય 750 રૂપિયા 19 લોકોને આપવામાં આવ્યા હતાં. આ તકે તાલુકા મામલતદાર બી.જે.ચુડાસમા, શહેર મામલતદાર આર.એન.જાડેજા, તાલુકા વિકાસ અધિકારી જે.જી.ગોહિલ, ગોંડલ તાલુકા ભાજપ પ્રમુખ ભગવાનજીભાઈ રામાણી, અલ્પેશભાઈ ઢોલરીયા અને તાલુકા પંચાયત ઉપ પ્રમુખ પ્રફુલભાઈ ટોળીયા ઊપસ્થિત રહ્યા હતાં. ગોંડલ તાલુકાના ટોટલ 11 સેવા સેતુ કાર્યક્રમો યોજવામાં આવનાર છે, આગામી દિવસોમાં મોટાસખપર, બીલડી, મોટાદડવા, ખડવંથલી, બિલીયાળા તેમજ શેમળા ગામમાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન થવાનુ છે. આજના સેવા સેતુમાં બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.