ગુજરાત

gujarat

By

Published : Mar 16, 2020, 7:32 PM IST

ETV Bharat / videos

કોરોના વાયરસના પગલે ગોંડલ ST ડેપો દ્વારા બસોને ડેટોલ અને ફિનાઇલથી સાફ કરવામાં આવી

રાજકોટઃ કોરોના વાયરસના પગલે ગોંડલ ST ડેપો દ્વારા 85 બસોને ડેટોલ અને ફિનાઇલની સાફ કરવામાં આવી છે. બસમાં પેસેન્જરની સીટ, કાચ, હેન્ડલ, પાઇપ, સ્ટેરિંગ, સીટનું પુશ બેક હેન્ડલ અને ગોંડલ બસ સ્ટેન્ડમાં મુસાફરોને બેસવા માટેના બાકડાની પણ એસ.ટી.ના કર્મચારીઓ દ્વારા માસ્ક પહેરીને સાફ સફાઈ કરવામાં આવી હતા. ગોંડલના ડેપોમાં રોજના 11 હજાર જેટલા મુસાફરો મુસાફરી કરે છે. તેને જોતા 8 જેટલી સ્લીપર કોચની બારીઓમાંથી પડદા પણ હટાવી લેવાયા છે. કોરોના વાયરસને પગલે મુસાફરોમાં જાગૃતતા કેળવાય તે માટે બસોમાં સાફ સફાઈ કરવામાં આવી અને બસ સ્ટેન્ડની અંદર પણ કોરોનાને લઈને એનાઉન્સ કરવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details