પંચમહાલના ગોધરામાં વાવડી હનુમાનજી મંદિરના કરો દર્શન - હનુમાન જયંતિ
પંચમહાલ: જિલ્લાના ગોધરા ખાતે આવેલ વાવડી વિસ્તારમાં આ હનુમાનજી મંદિર આવેલ છે. આ મંદિર 400 વર્ષ પુરાણું હોવાનું મંદિરના પૂજારી દ્વારા જાણવા મળેલ છે. શનિવાર અને મંગળવારે મોટી સંખ્યામાં લોકો દર્શનનો લાભ લે છે. ખાસ કરીને હનુમાન જયંતિ અને કાલી ચૌદશના દિવસે સુંદરકાંડનું આયોજન કરવામાં આવે છે. જેનો મોટી સંખ્યામાં લોકો લાભ માણે છે.