ગુજરાત

gujarat

ETV Bharat / videos

12મી સદીના સોલંકી યુગના સોમનાથ મહાદેવ મંદિરનું મહાત્મય - સોમનાથ મહાદેવ મંદિર

By

Published : Aug 16, 2019, 11:34 AM IST

નવસારીઃ 12મી સદીના પ્રારંભમાં સોલંકીયુગમાં સ્થાપત્ય ધરાવતા બીલીમોરાનું સુપ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું. પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસથી જ મોટી સંખ્યામાં ભક્તો શિવદર્શનનો લાભ ઉઠાવે છે. સોમનાથ મહાદેવ મંદિરના સ્વયંભૂ પ્રગટ શિવલીંગનો ઇતિહાસ 1600 વર્ષ જૂનો છે. આ શિવમંદિર અંબિકા, કાવેરી અને ખરેરા નદીના ત્રિવેણી સંગમ નજીક આવેલું હોવાનો ઉલ્લેખ પુરાણમાં કરવામાં આવ્યો છે. આ વિસ્તાર બિલ્લી વૃક્ષોથી આચ્છાદિત હોવાથી આ ગામનું નામ બીલીમોરા પડ્યું હોવાનું મનાય છે. 108 ફૂટ ઉંચા ઘુમ્મટવાળું ભવ્ય શિવાલય સમગ્ર દક્ષિણ ગુજરાતનું સૌથી ઉંચુ મંદિર ગણાય છે.

ABOUT THE AUTHOR

...view details