CM રૂપાણીએ જૂનાગઢમાં પૂર્વ મેયર જીતુ હિરપરાના પુત્રના લગ્નમાં આપી હાજરી - ranpura
જૂનાગઢ: રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજે એટલે કે સોમવારના રોજ જૂનાગઢના રાણપુરમાં આવ્યા હતા. તેમજ જૂનાગઢના પૂર્વ મેયર જીતુભાઇ હિરપરાના પુત્રના લગ્ન પ્રસંગમાં પત્ની અંજલીબેન સાથે હાજર રહ્યા હતા. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની સાથે જૂનાગઢ જિલ્લા ભાજપના કેટલાક અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. 49 મિનિટના ટૂંકા રોકાણ બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નવ દંપતીને લગ્ન જીવનની સફળતાના આશીર્વાદ આપીને પરત ગાંધીનગર ફર્યા હતા.