ગીર સોમનાથઃ વેરાવળ પોલીસની મધ્યસ્થતા બાદ નેશનલ હાઇવે ઓથોરિટી અને સ્થાનિકો વચ્ચે સમાધાન - national highway authority of india
ગીર સોમનાથઃ સાસણ, દીવ અને સોમનાથને રાજ્ય સાથે જોડતા સોમનાથ જેતપુર હાઈવેની હાલત ચોમાસાની શરૂઆતથી જ બિસ્માર થઇ ગઈ હતી. ત્યારે સ્થાનિકોની અનેક રજૂઆત બાદ પણ હાઈવે પર યોગ્ય સમારકામ ન કરવામાં આવતા શુક્રવારે સ્થાનિકોએ હાઇવે પર બે KMમાં ચક્કાજામ કરી અને હોબાળો બોલાવ્યો હતો. ત્યારે વેરાવળ પોલીસની મધ્યસ્થતા કર્યા બાદ નેશનલ હાઇવે ઓથોરિટી અને સ્થાનિકો વચ્ચે સમાધાન થયું હતું અને હાઈવે પર આવનજાવન પૂર્વવત શરૂ થઈ હતી.