વડોદરામાં ગેસ એજન્સીના કર્મીઓ દ્વારા ગેસ ચોરીનું કૌભાંડ આવ્યું સામે - ભાજપના ધારાસભ્ય
વડોદરાઃ શહેરમાં ભાજપના ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયાના પુત્ર હીરેન સુખડિયા સંચાલિત હેપી હોમ નામની ગેસ એજન્સીના કર્મીઓ દ્વારા ગેસ ચોરીનું કૌભાંડ સામે આવ્યું છે. એજન્સીના કોન્ટ્રાક્ટના કર્મીઓ દ્વારા ટેમ્પામાં રાખેલા ગેસના બોટલમાંથી ગેસ ચોરી કરવાનું સામે આવતા પુરવઠા વિભાગ દ્વારા નોટિસ આપી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.