વડોદરામાં ભાજપના ધારાસભ્યના પુત્રનું ગેસ એજન્સીનું ગેસ રિફીલિંગ કૌભાંડ ઝડપાયું - ગેસ એજન્સી
વડોદરા : ભાજપના ધારાસભ્યના પુત્રની ગેસ એજન્સીનું ગેસ રિફીલિંગ કૌભાંડ 11 મહિનામાં બીજી વખત ઝડપાયું છે. જ્યારે સુત્રધાર જયેશ ભરવાડ ફરાર થઈ ગયો હતો પોલીસે ત્રણ કર્મચારીઓની અટકાયત સાથે વજન કાંટા બુચ અને રિફીલિંગના પાઈપો સહિત 3 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.