ગુજરાત

gujarat

ETV Bharat / videos

વડોદરામાં ગોત્રીના તળાવ કિનારે 70 લાખના ખર્ચે બનશે બાગ

By

Published : Mar 3, 2020, 4:15 AM IST

વડોદરા: શહેરમાં કમાટીબાગ જેટલો જ વિશાળ બાગ 70 લાખના ખર્ચે ગોત્રીના તળાવ કિનારે તૈયાર થઇ રહ્યો છે. આગામી બે મહિનામાં આ બાગ બનીને તૈયાર થતાં ભાયલી ગોત્રીથી માંડીને લક્ષ્મીપુરા સુધીની લગભગ ૩લાખથી વધુ વસ્તીને તેનો ફાયદો થશે. 55,000 ચોરસ મીટર જમીનમાં આ તૈયાર થઇ રહેલા આ બાગમાં 120 જેટલા વૃક્ષો અને છોડવાઓનો ઉછેર થશે. આ ઉપરાંત વિવિધ પ્રકારના કેક્ટસ અને વાંસની વિશેષ વેરાઇટિઝ પણ મૂકવામાં આવશે. ગાર્ડનનું લેન્ડ સ્કેપિંગ પણ આધુનિક ડિઝાઇન પ્રકારે થશે. હાલમાં શહેરમાં 103 ગાર્ડનની કામગીરી પૂરી થઇ ગઇ છે. ત્યારે,આ સંભવતઃ104 નંબરનો ગાર્ડન હશે. મળતી માહિતી પ્રમાણે આ બગીચો આગામી દોઢ મહિનામાં તૈયાર કરવાનો ધ્યેય છે. હજી ફુવારા ફીટ કરવાની અને જે આર્ટિફિશિયલ પોન્ડ બનાવ્યાં છે અને જોગિંગ ટ્રેકના બ્યુટિફિકેશનની કામગીરી બાકી છે જે ઝડપથી પૂરી થઈ જશે.

ABOUT THE AUTHOR

...view details