ગુજરાત

gujarat

ETV Bharat / videos

તાપીમાં 'ગાંધી સંકલ્પ યાત્રા'ને કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાના હસ્તે પ્રસ્થાન - ગાંધી

By

Published : Oct 10, 2019, 5:44 PM IST

Updated : Oct 10, 2019, 5:51 PM IST

તાપી: "ગાંધી" એક વ્યક્તિ નહિ વિચારધારા છે. આજ વાતને લઈને ગુરૂવારથી તાપી જિલ્લામાં ગાંધી સંકલ્પ પદયાત્રા યોજાઈ રહી છે.૧૦ ઓક્ટોબરથી ૨૦ ઓક્ટોબર ૨૦૧૯ દરમિયાન આયોજિત આ પદયાત્રાનું પ્રસ્થાન ગુરૂવારે સોનગઢ તાલુકાના ઐતિહાસિક અને પવિત્ર યાત્રાધામ એવા દોણ (ગૌમુખ) ગામેથી,કેન્દ્રિય પ્રધાન મનસુખભાઇ માંડવીયાએ કરાવ્યું હતું.આ યાત્રા દોણથી પ્રસ્થાન થયા બાદ ૧૦ વાગ્યે મેઢસીંગી અને ૧૧ વાગ્યે હીરાવાડી ખાતે પહોંચી હતી.જ્યાં પદયાત્રા પ્રસ્થાન અભિયાન સાથે સમરસતા મુલાકાત,ખેડૂત સંમેલનના કાર્યક્રમ બાદ,નિઝર તાલુકાના વાંકા ગામે રાત્રી રોકાણ કરશે.આ સંકલ્પ યાત્રામાં ગાંધીજીનું પાત્ર ભજવનાર દિપક અંતાણી આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. તેમણે તાપીની જનતાને ઉદ્દબોધન કર્યું હતું અને ગાંધીજીની વિચારસરણી લોકોને કહી હતી. જ્યારે કેન્દ્રીય પ્રધાન મનસુખભાઈ માંડવીયા અને સાંસદ પ્રભુભાઈ વસાવાએ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને ગાંધી વિચાર જીવંત રાખવા સંકલ્પ લેવડાવી સંકલ્પ યાત્રાનો આરંભ કરાવ્યો હતો.
Last Updated : Oct 10, 2019, 5:51 PM IST

ABOUT THE AUTHOR

...view details