પાટણમાં કોરોનાના વધુ ચાર શંકાસ્પદ કેસ નોંધાયા - કોરોના વાઈરસ ગુજરાતમાં
પાટણઃ જિલ્લામાં કોરોનાનો કહેર જોવા જોવા મળી રહ્યો છે. ધારપુર હોસ્પિટલમાં વધુ ચાર દર્દીઓને કોરોના વાઈરસના શંકાસ્પદ લક્ષણો જોવા મળતા સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. તમામ દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં ખાસ ઓબ્ઝર્વેશન હેઠળ સારવાર આપવામાં આવી રહી છે. આ દર્દીઓમાં એક યુવક, બે આધેડ અને એક મહિલાનો સમાવેશ થાય છે. મળતી માહિતી મુજબ, કોરોના શંકાસ્પદ દર્દીઓ પૈકી એક ઓસ્ટ્રેલિયાથી અને બે યુ.એસ.થી પરત ફર્યા હતાં. જ્યારે એક વૃદ્ધ મહિલા જિલ્લાની હોવાનું સામે આવ્યું છે