પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા અમરેલીની મુલાકાતે.... - ncp party latest news
અમરેલીઃ જિલ્લામાં પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાની ખાનગી મુલાકાતનું આયોજન કરાયું હતું. જેમાં કોંગી ધારાસભ્ય વિરજી ઠુમર સહિતના જિલ્લા કોંગી નેતાઓ પણ બાપુને મળવા પહોંચ્યા હતા. જિલ્લાના ગાવડકા ચૉકડી પાસેના ફાર્મ હાઉસ ખાતે બાપુને મળવા માટે જમાવડો થયો હતો. મુલાકાતમાં શંકરસિંહ વાઘેલાએ ટૂંકા ભાષણ દરમિયાન ભાજપ અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા.