અમદાવાદમાં લગ્ન સિઝનને ધ્યાનમાં રાખી સિલ્ક ઇન્ડિયા એક્સપો યોજાયો
અમદાવાદ: ભારતમાં થોડા જ દિવસોમાં લગ્નની સિઝન શરૂ થશે. ખરીદી કરવા માટે બધી જ મહિલાઓ એક એવી જગ્યા જોતી હોય છે, જ્યાંથી તેમને એક જગ્યાએથી જે જોઈએ તે બધું જ મળી રહે. જે તેમના બજેટમાં પણ હોય અને સુંદર પણ દેખાય. અમદાવાદમાં 10 દિવસનો સિલ્ક ઇન્ડિયા એક્સ્પો યોજાઇ રહ્યો છે. મહિલાઓને ખરીદી માટે આકર્ષશે. ભારત વિશ્વમાં રેશમ ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે. રેશમની રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ ભારે માગ રહેલી છે. અહીં સાડીઓમાં અરીની સિલ્ક, ક્રેપ અને જ્યૂત સિલ્ક, શિફોન, તાસર રેશમની સાડીઓ, કાંજીવરમ, કાચો ઢાકા જેવી અસંખ્ય વેરાઈટી મળી રહેશે. રેશમનો વધારે ઉત્પાદન બિહાર આસામ અને છત્તીસગઢમાં થાય છે. દેશમાં આબોહવાની અને ભૌગોલિક પરિસ્થિતિઓને આધારે રેશમની વિવિધ જાતો ઉછેરવામાં આવે છે. જેમાંથી મુખ્ય ચારમાં તસર, એરી, શેતૂર અને મૂંગાનો સમાવેશ થાય છે. તસવીર અને મૂંગાએ જંગલી વનસ્પતિ છે. રેશમી કૃમીઓ દ્વારા ઉડાડવામાં આવે છે.