ગુજરાત

gujarat

ETV Bharat / videos

બાલાસિનોરમાં કોરોના સંદર્ભે ફ્લેગ માર્ચ, તંત્રએ બે દુકાનો સીલ કરી - Balasinor Province Officer Vimalbhai Chaudhary

By

Published : Jul 24, 2020, 7:51 PM IST

મહીસાગરઃ જિલ્લાના બાલાસિનોરમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. હાલની સ્થિતિમાં બાલાસિનોરમાં 97 દર્દીઓ કોવિડ-19 પોઝિટિવ નોંધાયા છે. જે પૈકી 84 બાલાસિનોર નગરપાલિકા વિસ્તારના છે. આ સંદર્ભે બાલાસિનોર પ્રાંત ઓફિસર વિમલ ચૌધરીના નેતૃત્વ હેઠળ રેવન્યુ, આરોગ્ય વિભાગ, પોલીસ તથા નગર પાલિકાની ટીમ દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવ્યો હતું. જેના દ્વારા તમામ દુકાનદારોને સોશિયલ ડિસ્ટન્સ જાળવણી, માસ્ક અને સેનેટાઈઝરનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. ઉપરાંત ઉલ્લંઘ કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી તાકીદ કરી હતી. તદુપરાંત કોરોના સંદર્ભે ગાઈડ લાઈનનું ઉલ્લંઘન કરવા બદલ બે દુકાન સીલ કરવામાં આવી હતી. આ સાથે કેટલાક શંકાસ્પદ દુકાનદારોનું આરોગ્ય વિભાગ દ્વારા કોવિડ-19 ટેસ્ટીંગ પણ કરવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details