મુસ્લિમ વૃદ્ધ દ્વારા 175 ફૂટ ઉંચા ક્રેઈન પર તિરંગો લહેરાવ્યો, જુઓ વિડિયો
રાજકોટ: જેતપુર શહેરમાં એક મુસ્લિમ વૃદ્ધ દ્વારા સ્વતંત્રતા પર્વના દિવસે 175 ફૂટ ઉંચી ક્રેઈન પર તિરંગો લહેરાવી દેશભક્તિનું અનોખું ઉદાહણ પૂરું પાડ્યું હતું. જેતપુર શહેરના નવાગઢ વિસ્તારમાં રહેતા ગુલાબભાઈ ખોખ્ખર કે જે તવક્ક્લ ક્રેઇન સર્વિસનો ધંધો કરે છે. આ મુસ્લિમ બુજુર્ગ દ્વારા 15 ઓગેસ્ટ નિમિત્તે દેશભક્તિની એક અનોખી મિશાલ રજૂ કરી હતી. બુઝર્ગ દ્વારા પોતાના ઘર ઉપર ખૂબજ મોટો રાષ્ટ્ર ધ્વજ લહેરાવામાં આવ્યો હતો. તો આ સાથે 175 ફૂટ ઉંચી ક્રેન પર રાષ્ટ્ર ધ્વજ લહેરાવ્યો હતો. આટલો ઉંચો ત્રિરંગો લહેરાવીને તેવો એ પોતાની રાષ્ટ્ર ભાવના દર્શાવી હતી અને દર વર્ષે તેવો આ રીતે ત્રિરંગો ફરકાવે છે તેમ જણાવ્યું હતું. આ નિમિત્તે શાળાના બાળકો તેમજ સામાજીક રાજકીય આગેવાનોની ઉપસ્થિતીમાં પોતાના 175 ફૂટ ઉંચી ક્રેઇન પર રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગાન ગાયું હતું.