ગુજરાત

gujarat

ETV Bharat / videos

Fishermen of Gir Somnath missing: 5 માછીમારોને લઈ ગયેલી ફાઈબર બોટ 5 દિવસથી ગુમ, કોસ્ટગાર્ડે શરૂ કરી તપાસ

By

Published : Dec 7, 2021, 11:01 AM IST

ગીર સોમનાથ જિલ્લામાં (Fishermen of Gir Somnath missing) 5 દિવસ પહેલા વેરાવળ બંદરમાંથી માછીમારી કરવા દરિયામાં 5 માછીમારો સાથે ગયેલી સિદ્ધિ વિનાયક નામની ઓબીએમ ફાઈબર બોટ ગુમ (Missing Veraval Fiber Boat) થઈ છે. ત્યારે કોસ્ટગાર્ડ સહિતની એજન્સીએ હેલિકોપ્ટર અને શિપ દ્વારા દરિયામાં શોધખોળ હાથ (The Coastguard began investigating the missing boat) ધરી છે. આપને જણાવી દઈએ કે, આ ગુમ થયેલી બોટમાં રાઘવ વેલજી ચોરવાડી, કાલીદાસ કરસન વણિક, મોહન હરજી ચોરવાડી, ચુનીલાલ ધનજી ભેંસલા, કાલીદાસ દેવજી કોટિયા નામના 5 માછીમારો હતા. આ બોટ વેરાવળ બંદરેથી દરિયામાં ગઈ હતી, જે હજી સુધી પરત નથી ફરી. તો આ અંગે સારગપૂત્ર ફાઉન્‍ડેશન ખારવા લોધી સમાજે તંત્રને લેખિત જાણ કરવામાં આવતા કોસ્‍ટગાર્ડએ શોધખોળ શરૂ કરી છે. આ અંગે સાગરપૂત્ર ફાઉન્‍ડેશન બોટ એસોસિએશનના પ્રમુખ તુલસી ગોહેલે જણાવ્યું હતું કે, ફાયબર બોટમાં ત્રણેક દિવસ સુધી દરિયામાં રહી માછીમારી કરી શકે તેટલું રાશન-પાણી હોય છે, જે મુજબ જ લાપતા બનેલા સિદ્ધિ વિનાયક ફાયબર બોટ 30 નવેમ્બરે દરિયામાં ગયા બાદ 3 ડિસેમ્બર સુધીમાં પરત આવી જવી જોઈએ, જે આવી ન હોવાથી તંત્રને જાણ કરી છે. 2 દિવસ અગાઉ લાપતા થયેલ બોટનું છેલ્‍લું લોકેશન વેરાવળથી ચોરવાડની વચ્‍ચેના દરિયામાં બતાવતું હતું.

ABOUT THE AUTHOR

...view details