દેશમાં પ્રથમ વખત રાજકોટ મહાનગરપાલિકા સાયકલ ખરીદી પર આપશે સબસીડી - 1 હજારની સબસીડી
રાજકોટ: મહાનગરપાલિકા દ્વારા સાયકલ ખરીદી પર રૂપિયા 1 હજારની સબસીડી અપવાની જાહેરાત કરવામાં આવી છે. જેને લઈને શહેરમાં જો કોઈ વ્યક્તિ સાયકલ ખરીદશે તો તેને મનપા દ્વારા એક હજાર રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવશે. રાજકોટમાં વધતા પ્રદુષણને ઘટાડવા માટે મનપા દ્વારા આ નવી પહેલ કરવામાં આવી છે. જે દેશમાં પ્રથમ છે. આ અંગે મનપા કમિશ્નર દ્વારા જણાવાયું હતું કે, શહેરમાં પેટ્રોલ-ડીઝલ વાહનોની સંખ્યા વધી છે. જેને કારણે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ પણ વધ્યું છે. જેને ઘટાડવા માટે અને શહેરોજનોનું સ્વાસ્થ સુધરે તે માટે સાયકલનો ઉપયોગ જરૂરી બન્યો છે. ત્યારે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સાયકલનો લોકો વધુ ઉપયોગ કરે તે માટે આ પ્રકારની સબસીડીની જાહેરાત કરવામાં આવી છે.