ભાવનગરમાં દાંડિયારાસમાં ફાયરિંગ, 1નુ મોત, 2 યુવકને ઈજા - news in Bhavnagar
ભાવનગરઃ શહેરમાં વલ્લભીપુરના પચ્છેગામમાં ગત રાત્રીએ લગ્ન પ્રસંગે યોજાયેલ દાંડિયા રાસમાં ફાયરિંગની ઘટના બની હતી. જેમાં પચ્છેગામમાં રામદેવસિંહ તખુભા ગોહિલના પુત્ર ધમભા ગોહિલના લગ્ન પ્રસંગે દાંડિયા રાસમાં આવેલા મહેમાન પૈકી કોઈએ પોતાની પાસે રહેલા હથિયાર વડે ફાયરિંગ કરતા ફાયરિંગમાં શક્તિસિંહ સુમનસિંહ જાડેજા તેમજ પ્રયરાજસિંહ બળવંતસિંહ જાડેજાને ઇજા થઈ હતી. જેમાં પ્રયરાજસિંહની હાલત ગંભીર જણાતા તેને ભાવનગર સર.ટી.હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા હતા. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજતા પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.