વડોદરા: સંપ પ્લાઝા કોમ્પલેક્ષના વીજ મીટર બોર્ડમાં આગ, કોઈ જાનહાની નહીં - news of vadodara
વડોદરા: શહેરના ગોરવા વિસ્તારમાં આવેલ સંપ પ્લાઝા કોમ્પલેક્ષમાં સોમવારે શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટના બની હતી. જેથી કોમ્પલેક્ષમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં તાત્કાલિક ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. જો કે, શોર્ટ સર્કિટને કારણે લાગેલી આગમાં તમામ વીજ મીટરો બળીને ખાખ થઇ ગયા હતા. આ ઉપરાંત સદનસીબે કોઇ જાનહાની જોવા મળી નથી.