સુરતની મિલેનિયમ ટેક્સટાઈલ માર્કેટ-2માં લાગી આગ, કાબૂ મેળવાયો - સુરતના કાપડના હબ
સુરત: શહેરની રિંગરોડ ખાતે મિલેનિયમ ટેક્સટાઈલ માર્કેટ-2માં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની છ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આશરે 45 મિનિટની ભારે જહેમત બાદ ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર વિભાગ સમયસર પહોંચી જતા કોઇ પણ જાનહાનિ સર્જાઇ નહોતી. ઉલ્લેખનીય છે કે, દુકાનમાં મુકવામાં આવેલી સાડીઓ બળીને ખાખ થઈ ગઈ હતી.