પાટણમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત
પાટણ: અરબી સમુદ્રમાં લો પ્રેશરની સિસ્ટમ સક્રિય થતાં તેની અસર પાટણમાં પણ વર્તાઈ હતી અને શુક્રવારે મોડી રાત્રે કમોસમી વરસાદી ઝાપટું પડ્યું હતું. જેથી જગતના તાતને હાથમાં આવેલો કોળિયા છીનવાવાની ભીતિ સર્જાય હતી. શુક્રવારે મોડી રાત્રે આવેલા કમોસમી વરસાદી ઝાપટાના કારણે કપાસ, ઘાંસચારો, બાજરી સહિતના પાકોને નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં છે.