કમોસમી વરસાદમાં વહેતા ખેડૂતોના આંસુ, ઘઉંનો પાક પલળી જતા કરોડોનું નુકસાન - ખેડૂત
અરવલ્લીઃ સાયક્લોનિક સર્ક્યુલેશનથી ગુજરાતના વાતાવરણમાં ભારે પલટો આવ્યો છે. ગરૂવારની રાત્રીએ ગાજવીજ સાથે કમોસમી માવઠું થતા ખેડૂતોના ખેતરમાં ઉભો અને લણીને રાખેલો પાક બગડી જવાની શક્યતાઓ સેવાઇ રહી છે. ભારે પવનથી ખેતરમાં રહેલા ઘઉંના પાકના પુળીયા પણ ઉડી ગયા હતા. કમોસમી વરસાદથી ખેડૂતોને હાલત દયનીય થઈ ગઈ છે .ખેડૂતોના જણાવ્યા અનુસાર, કમોસમી વરસાદથી ઘંઉ બગડી જશે અને ભાવ ઓછો મળવાની શક્યાતો છે. દેશભરમાં લોકડાઉનનો અમલ થઈ રહ્યો છે, ત્યારે ખેડૂતોના ખેતરમાં ઉભો તૈયાર છે, પરંતુ પાકને લણવા મજૂર મળતા નથી તેથી ઘંઉ, ચણા, વરિયાળી, જીરૂ જેવા પાક ને વ્યાપક નુકસાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે.